Nirdhar Vidhva Mahila Kalyan Trust

ટ્રસ્ટ રજી. નં.

E/1518/સુ.નગર, તા. 15-05-2017

પાન કાર્ડ નં.

AACTN7027J

અમારો સંપર્ક કરો

ફોન: (02752) 220985

અમારા વિશે

હોમ » અમારા વિશે

 

વિધવા મહિલાઓના સર્વાંગી કલ્યાણ માટે સેવાની ધૂણી ધખાવી છેલ્લા બે દાયકાથી સુરેન્દ્રનગર ખાતે નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ   કેન્દ્ર ના વિવિધ વિધવાલક્ષી પ્રવૃત્તિઓ  તથા ઉદ્દેશો હાથ ધરેલા છે 

 

  • સમાજના નિરંતર અને વિધવા બહેનોને આધુનિક ટેકનોલોજી શિક્ષણ –  માર્ગદર્શન આપી તેઓને ઉત્કર્ષ કરવો
  •  કમ્પ્યુટર એજ્યુકેશન તથા મોડલ ઈન્ફોટેક એજયુકેશન તથા ઇન્ટરનેટ ઓનલાઈન એજ્યુકેશન સોફ્ટવેર ટેકનિકલ એજ્યુકેશન સોફ્ટવેર ટેકનિકલ એજયુકેશન માટે સેન્ટરો ચલાવવા, નિભાવવા, ટ્રેનિંગ આપવી તથા તે માટે સહાય આપવી અથવા અપાવવી
  • સમસ્ત સમાજના નિરાધાર અને વિધવા બહેનોના ઉત્કર્ષ માટે સમાન શૈક્ષણિક પ્રવૃત્તિઓ ચલાવવી, નિભાવવી તથા તે માટે તમામ પ્રકારે મદદ કરવી જરૂર પડે પ્રિ-પ્રાઇમરી થી ઉચ્ચ શિક્ષણ માટે સંસ્થાઓ સ્થાપવી, ચલાવવી તેમજ અનુસૂચિત જાતિ,  જનજાતિ, સામાજિક શૈક્ષણિક પછાત,  આર્થિક પછાત વગેરેની કન્યા તથા કુમાર છાત્રાલયો / હોસ્ટેલ ચલાવવા તથા નિભાવવા
  • વિજ્ઞાનનો જ્ઞાનનો પ્રચાર – પ્રસાર માટે વિજ્ઞાન કેન્દ્રો સ્થાપવા, ચલાવવા તેમજ તેના પ્રયોગો – પ્રેક્ટિકલ શિક્ષણ માટે પ્રયોગશાળા પણ સ્થાપવવી, ચલાવી તે માટે સહાય આપવી 
  • નિરાધાર અને વિધવા બહેનોને પરિવારના લોકો શિક્ષણ લેતા લાભાર્થીઓ “વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને” પ્રોત્સાહન મળે તે માટે ઇનામો , પુરસ્કાર આપવા જરૂર પડે જરૂરિયાતવાળા લોકોને શિક્ષણ માટે રોકડ, પુસ્તક અને અન્ય રીતે જરૂરી તેવી સહાય આપવી, શક્ય હોય તો લાઈબ્રેરી, વાંચનાલય સ્થાપવા, ચલાવવા તથા તે માટે સહાય આપવી 
  • જરૂરિયાતવાળા લોકોને તબીબી સહાય આપવી,  આપાવવી તથા  તે માટેની જરૂરી પ્રવૃત્તિઓ ચલાવી જરૂર પડે આ માટે નેત્ર યજ્ઞો, બલ્ડ  કેમ્પો તથા અન્ય મેડિકલ સારવાર માટેના કેમ્પનું આયોજન કરી ખર્ચ કરવો  તથા તેવા કેમ્પો ચલાવતા  હોય સહાય આપવી, અપાવવી,  જરૂરિયાતવાળા લોકો ને  જરૂર  હોય કેટલી સહાય કરવી
  • ખાસ કરીને મહિલાઓને શૈક્ષણિક પ્રવૃતિઓમાં રસ લેતા કરવા તેમજ મહિલા વિકાસ ને અનૂસંગિક એવા કાર્યકરો તેમજ ચાઈલ્ડ કેર અને આનુષાંગિક એવા કાર્યો કરવા, તેમજ ખાસ કરીને બાળકોને શારીરિક બૌદ્ધિક તેમજ માનસિક વિકાસ થાય તે માટે પ્લે- હાઉસ, રમતગમત સાથે જ્ઞાન વિજ્ઞાન  જેવી ચાઈલ્ડ કેર ને લગતી વિવિધ લક્ષી પ્રવૃત્તિ કરવી જે માટે આધુનિક સાધનો વિકસાવવા
  • સમાજમાં અચાનક આવી પડતી મુશ્કેલીઓ જેવી કે દુષ્કાળ હોનારત ધરતીકંપ જેવી પરિસ્થિતિમાં લોકોને તમામ પ્રકારે મદદ આપવી, અપાવવી  તેમજ જરૂરિયાતવાળા લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ નિસ્વાર્થ ભાવે  હરેક પ્રકારે પુરી પાડવી
Translate »